He jag janani - હે જગ જનની - Gujarati garba lyrics

He jag janani - હે જગ જનની - Gujarati garba lyrics

 

હે જગ જનની - Gujarati garba lyrics


હે જગ જનની હે જગદંબા, માત ભવાની શરણે લેજે,...(૨)

આધ્યશક્તિ માં આદિ અનાદી, અરજી અમારી ઉરમાં ધરજે,

                                  હે જગ જનની હે જગદંબા....

કોઇના તીર નું નિશાન બનીને, દિલ મારું તું વીંધાવા દેજે,

                                  હે જગ જનની હે જગદંબા....

ઘા સહી લઉં ઘા કરુ નહીં કોઇને, એવી અંબા શક્તિ દેજે,

                                  હે જગ જનની હે જગદંબા....

હોઇ ભલે દુ:ખ મેરુ સરીખા, રંજ એનો ના થવા દેજે,

                                  હે જગ જનની હે જગદંબા....

રાજ સરીખું દુ:ખ જોઇ બીજાનું, રોવાના બે આંસુ દેજે,

                                  હે જગ જનની હે જગદંબા....

આત્મા કોઇનો આનંદ પામેતો, ભલે સંતાપી લે મુજ આતમને,

                                  હે જગ જનની હે જગદંબા....

આનંદ એનો અખંડ રહેજો, કંટક દે મને એને પુષ્પો દેજે,

                                  હે જગ જનની હે જગદંબા....

ધૂપ બનું હું સુગંધ તું લેજે, રાખ બની મને ઉડી જવા દેજે,

                                  હે જગ જનની હે જગદંબા....

બળુ ભલે હું બાળ નહિ કોઇને, જીવન મારું સુગંધિત કરજે,
                                  હે જગ જનની હે જગદંબા....

અમૃત મળે કે ના મળે મુજને, આશિષ અમૃત તું તેને દેજે,

                                  હે જગ જનની હે જગદંબા....

ઝેર જીવન ના પી હું જાણું, પચાવવા ની તું માં શક્તિ દેજે,

                                  હે જગ જનની હે જગદંબા....

શક્તિ દે માં ભક્તિ દે માં, આ દુનીયા ના દુ:ખ સહેવા દેજે,

હે જગ જનની હે જગદંબા, માત ભવાની શરણે લેજે,...(૨)


He jag janani - Gujarati garba lyrics



He jag janani he jagdamba, Maat bhavani sharane leje, ... (2)

Aadhya shakti maa aadi anadi, Araji aamari urama dharaje,
He jag janani he jagdamba....

Koi na tir nu nishan banine, Dil maru tu vindhava deje,
He jag janani he jagdamba....

Ghaa sahi lau karu nahi koi ne, Evi aamba shakti deje,
He jag janani he jagdamba....

Hoi bhale dukh meru sarikha, Ranj eno na thava deje,
He jag janani he jagdamba....

Raaj sarikhu dukh joi bijanu, Rovana be aansu deje,
He jag janani he jagdamba....

Aatma koi no anand pamrto, Bhale santapi le muj aatamne,
He jag janani he jagdamba....

Aanand eno akhand rahejo, Kantak de mane ene pushpo deje,
He jag janani he jagdamba....

Dhup banu hu sugandh tu leje, Rakh bani mane udi java deje,
He jag janani he jagdamba....

Balu bhale hu baal nahi koi ne, Jivan maru sugandhit karje,
He jag janani he jagdamba....

Amrut male ke na male mujne, Aashish amrut tu tene deje,
He jag janani he jagdamba....

Zer jivan na hu pi janu, Pachavani tu maa shakti deje,
He jag janani he jagdamba....

Shakti de maa bhakti de maa, Aa duniya na dukh saheva deje,

He jag janani he jagdamba, Maat bhavani sharane leje, ... (2)





Post a Comment

0 Comments