![]() |
Khodiyar chhe jogmaya mamadiya ni - ખોડીયાર છે જોગમાયા મામડીયા ની - Gujarati garba lyrics |
ખોડીયાર છે જોગમાયા મામડીયા ની - Gujarati garba lyrics
ખોડીયાર છે જોગમાયા મામડીયા
ની ,
ખોડીયાર છે જોગમાયા ...
રાજપરે આઈ ખોડીયાર બિરાજતા
, પરચા અનેરા દેતા ,
મામડીયા ની ખોડીયાર છે જોગમાયા ...
માજી ને દ્વારે માનતાઓ આવતી
, ઘી લાપસી ના ખાણા ,
મામડીયા ની ખોડીયાર છે જોગમાયા ...
માજી ને દ્વારે વાંઝીયાઓ
આવતા , વાંઝીયા ને પુત્ર દેનારી ,
મામડીયા ની ખોડીયાર છે જોગમાયા ...
માજી ને દ્વારે નિર્ધનીયા
આવતા , નિર્ધન ને ધન દેનારી ,
મામડીયા ની ખોડીયાર છે જોગમાયા ...
માજી ને દ્વારે આંધળોઓ આવતા
, આંધળા ને આંખો દેનારી ,
મામડીયા ની ખોડીયાર છે જોગમાયા ...
માજી ને દ્વારે પાંગળાઓ
આવતા , પાંગળા ને પગ દેનારી ,
મામડીયા ની ખોડીયાર છે જોગમાયા ...
માજી ને દ્વારે કોઢિયાઓ
આવતા , કોઢિયા ને કાયા દેનારી ,
મામડીયા ની ખોડીયાર છે જોગમાયા ...
માજી ને દ્વારે દુખિયા ઓ
આવતા , દુખિયા ના દુ:ખ હરનારી ,
મામડીયા ની ખોડીયાર છે જોગમાયા ...
માજી ને દ્વારે બાળકો રે
આવતા , બાળકો ને દર્શન દેનારી ,
મામડીયા ની ખોડીયાર છે જોગમાયા ...
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji