અંબા માના ઉંચા મંદિર નીચા મોલ ,
ઝરૂખડે દિવા બળે રે લોલ .... અંબા માના ...
અંબા માના ગોખ ગબ્બર અણમોલ કે ,
શિખરે શોભા ઘણી રે લોલ .... અંબા માના ...
આવી આવી નવરાત્રી ની રાતો કે ,
બાળકો રાસ રમે રે લોલ .... અંબા માના ...
અંબે મા ગરબે રમવા આવો કે ,
બાળ તારા વિનવે રે લોલ .... અંબા માના ...
અંબા માને શોભે છે શણગાર કે ,
પગલે કુમકુમ ઝરે રે લોલ .... અંબા માના ...
રાંદલમાં ગરબે રમવાને આવો કે ,
મુખડે ફૂલડા ઝરે રે લોલ .... અંબા માના ...
ખોડીયાર માં ગરબે રમવા ને આવો કે ,
આંખો થી અમિ ઝરે રે લોલ .... અંબા માના ...
માં તારું દિવ્ય અનુપમ તેજ કે ,
જોઈ મારી આંખો ઠરે રે લોલ ....
અંબા માના ...
ગરબો તારા બાળકો ગવરાવે કે,
મસ્તાન તારે પાયે પડે રે લોલ .... અંબા માના ...
ambaa maana uncha mandir nicha mol ,
zarukhade diva bade re lol ... ambaa maana ...
ambaa maana gokh gabbar anmol ke ,
shikhare shobha ghani re lol ... ambaa maana ...
aavi aavi navratri ni rato ke ,
balako raas rame re lol ... ambaa maana ...
ambe maa garabe ramava aavo ke ,
baal tara vinave re lol ... ambaa maana ...
ambaa maane shobhe chhe shanagar ke ,
pagale kumkum zare re lol ... ambaa maana ...
randalmaa garabe ramvane aavo ke ,
mukhade fulada zare re lol ... ambaa maana ...
khodiyaar maa garabe ramava ne aavo ke ,
aankho thi amee zare re lol ... ambaa maana ...
maa taru divya anupam tej ke ,
joi mari aankho thare re lol ... ambaa maana ...
garabo tara balako gavarave ke ,
mastan tare paaye pade re lol ... ambaa maana...
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji