![]() |
Maya nu mandan - માયા નું મંડાણ - gujarati garba lyrics |
માયા નું મંડાણ - gujarati garba lyrics
માયા નું મંડાણ માં જોગણી ,
જોગણી એ જગ માંડ્યો હો જીરે જીરે ....
(૨)
માયા નું મંડાણ માં જોગણી ,
પહેલા તે યુગમાં માતા પાર્વતીજી કહેવાયા ,
શિવ-શંકર ઘરે નારી હો જીરે જીરે ....
(૨)
માયા નું મંડાણ માં જોગણી ,
અમરીયા દૈત્ય ને માં તે સંહર્યો ,
તોયે તું બાળ કુમારી હો જીરે જીરે ....
(૨)
માયા નું મંડાણ માં જોગણી ,
માયા નું મંડાણ માં જોગણી ,
બીજા તે યુગમાં માતા સીતાજી કહેવાયા ,
રામ ચંદ્ર ઘરે નારી હો જીરે જીરે ....
(૨)
માયા નું મંડાણ માં જોગણી ,
રાજા રાવણ ને માં તે સંહાર્યો ,
તોયે તું બાળ કુમારી હો જીરે જીરે ....
(૨)
માયા નું મંડાણ માં જોગણી ,
માયા નું મંડાણ માં જોગણી ,
ત્રીજા તે યુગમાં માતા દ્રોપદી કહેવાયા ,
પાંચ પાંડવ ઘરે નારી હો જીરે જીરે ....
(૨)
માયા નું મંડાણ માં જોગણી ,
રાજા દુર્યોધન ને માં તે સંહાર્યો ,
તોયે તું બાળ કુમારી હો જીરે જીરે ....
(૨)
માયા નું મંડાણ માં જોગણી ,
માયા નું મંડાણ માં જોગણી ,
ચોથા તે યુગમાં માતા મહાકાળી કહેવાયા ,
પાવાગઢ પ્રગતાણી હો જીરે જીરે ....
(૨)
રાજા પતઈ ને માં તે સંહાર્યો ,
તોયે તું બાળ કુમારી હો જીરે જીરે ....
(૨)
માયા નું મંડાણ માં જોગણી
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji