maru maan mor bani - મારું મન મોર બની - gujarati garba lyrics

 

maru maan mor bani - મારું મન મોર બની - gujarati garba lyrics


મારું મન મોર બની - gujarati garba lyrics


બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને , બાદલસુ નિજ નેનન ધારીને ,

મેઘ મલાર ઉચારી ને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે ,

મારું મન મોર બની થનગાટ કરે ....


ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે ....

ગુમરી ગુમરી ગરજાટ ભરે ....

મારું મન મોર બની થનગાટ કરે ....


નવે ધાનભરી મારી સીમ ઝૂલે , નવ દિન કપોત ની પાંખ ખુલે ,

મધરા મધરા મલકાઇ મેંઢક મેહસું નેહસું બાત કરે ,

ગગને ગગને ગુમાંરાઇ ને પાગલ મેઘઘટા ગરજાટ ભરે ....

નવ મેઘ તણે નીલ આંજણીયે મારા ઘેઘુર નૈન ઝગાટ કરે ,

મારા લોચનમાં મદઘેન ભારે મારી આતમ લે’ર બિછાત કરે ,

સચરાચર શ્યામલ ભટ ધરે...

મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઈ સારી વનરાઈ પરે ,

ઓ રે ! મેઘ અષાઢીલો આજ મારે દોય નેનનીલાંજન ધેન ભરે ,

મારું મન મોર બની થનગાટ કરે ....


ઓલી કોણ કરી લત મોકળિયું ખડી આભ મહોલ અટારી પરે ,

ઉચી મેઘ મહોલ અટારી પરે , અને ચાકમ ચુર બે ઉર પરે ,

પચરંગીન બાદલ પાલવડે , કરી આડશ કોણ ઉભેલ અરે ,

ઓલી વીજ કરે અંજવાસ નવેસર રાસ જોવ અંકલાશ ચડે ,

ઓલી કોણ પયોધર સંઘરતી વીખરેલ લટે મડી મે’લ પરે ,

મારું મન મોર બની થનગાટ કરે ....


નદી તીર કેરા કુણા ઘાસ પરે પનીહાર એ કોણ વિચાર કરે ,

પટ-કુળ નાવે પાણી-ઘાટ પરે , એની સુનમાં મીટ મંડાઈ રહી ,

એની ગાગર નીર તણાઈ રહી , એને ઘર જવા દરકાર નહિ ,

મુખ માલતી ફૂલની કુપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે ,

પનિહાર નવે શણગાર નદી કેરે તીર ગંભીર વિચાર કરે ,

મારું મન મોર બની થનગાટ કરે ....


ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુક ની ડાળ પરે ,

ચકચૂર બની ફૂલ-ડાળ પરે , વીખરેલ અંબોડાના વાળ ઝૂલે ,

દિયે દેહ-નીંડોળ ને ડાળ હાલે , શિરર ઉપર ફૂલ ઝકોળ ઝરે ,

એની ઘાયલ દેહના છાયલ-છેડલા આભ ઉડી ફરકાટ કરે ,

ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલ ની ડાળ પરે ,

મારું મન મોર બની થનગાટ કરે ....


maru maan mor bani - gujarati garba lyrics


Bahu rang umangma pichh pasari ne, badalasu nij nenan dhari ne,
megh malar uchari ne aakul pran kone kal-saad kare,
maru maan mor bani thangat kare...


ghar gharara gharara megh ghata gagane gagane garjaat bhare ..

gumari gumari garjaat bhare....

maru maan mor bani thangat kare...


naave dhanbhari mari seem zhule, naav din kapot ni pankh khule,

madhara madhara malakai ne mendhak mehsu nehsu baat kare,

gagane gagane gumarai ne pagal meghaghata garajaat bhare ...

nav megh tane neel aanjaniye mara gheghur nain zagat kare,

mara lochan ma madghen bhare mari aatam ler bichhat kare,

sacharachar shyamal bhat dhare..

maor pran kari pulkat gayo patharai sari vanarai pare,

o re ! megh ashadhilo aaj mare doy nenanilanjan ghen bhare,

maru maan mor bani thangat kare...


oli kon kari lat mokaliyu khadi aabh mahol atari pare,

unchi megh mahol atari pare, ane chakam chur be ur pare,

pachrangin badal palavade, kari aadash kon ubhel are,

oli vij kare anjavas navesar raas jov ankalash cgade,

oli kon payodhar sangharti vikharel late madi mel pare,

maru maan mor bani thangat kare...


nadi tera kera kuna ghas pare panihar e kon vichar kare,

pat-kul naave paani-ghat pare, eni sunama meet mandai rahi,

eni gagar neer tanai rahi, ene ghar java darkar nahi,

mukh malati ful ni kupan chavti kon bija keru dhyan dhare,

panihar nave shangaar nadi kere tir gambhir vichar kare,

maru maan mor bani thangat kare...


oli kon hindol chagavat ekal kul babuk ni dal pare,

chakchur bani ful-dal pare, vikhrel amboda na vad zule,

diye deh-nindol ne dal hale, shirar upar ful zakol bhare,

eni ghayal dehana chhayal-chhedala aabh udi farkat kare,

oli kon fangol lagavat ekal ful bakul ni dal pare,

maru maan mor bani thangat kare...





Post a Comment

0 Comments