Amba abhay pad dayani - અંબા અભય પદ દાયની - Gujarati garba lyrics

Amba abhay pad dayani - અંબા અભય પદ દાયની - Gujarati garba lyrics

 


અંબા અભય પદ દાયની - Gujarati garba lyrics


અંબા અભય પદ દાયની રે ,

શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની , અંબા અભય પદ ....

હેમ હિડોળે હીંચકે રે , હીંચકે આરાસુરી માત ભીડ ભંજની ....

સખીઓ સંગાથે કરે ગોઠડી રે , આવે આઠમની રાત ભીડ ભંજની ....

સર્વે આરાસુર ચોકમાં રે , આવો તો રમીયે રાસ ભીડ ભંજની ....

એવે સમે આકાશ થી રે , આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની ....

કોણે  બોલાવી મુજને રે , કોણે કર્યો મને સાદ ભીડ ભંજની ....

મધ દરિયો તોફાન માં રે , મડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની ....

વાયુ ભયંકર ફૂંકતો રે , વેરી થયો વરસાદ ભીડ ભંજની ....

પાણી ભરાણા વહાણ માં રે , એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની ....

આશા ભર્યો હું આવીયો રે , વ્હાલા જોતા હશે વાટ ભીડ ભંજની ....

હૈયુ રહે નહિ હાથ માં રે , દરિયે વાળ્યો દાત ભીડ ભંજની ....

મારે તમારો આશરો રે, ધાઓ ધાઓ મારી માત ભીડ ભંજની ....

અંબા હિંડોળે થી ઉતર્યા રે , ઉઠ્યા આશાપુરી માત ભીડ ભંજની ....

સખીઓ તે લાગી પૂછવા રે , ક્યાં કીધા પ્રયાણ ભીડ ભંજની ....

વાત વધુ પછી પૂછજો રે , બાળ મારો ગભરાય ભીડ ભંજની ....

ભક્ત મારો ભીડે પડ્યો રે , હું થી કેમ સહેવાય ભીડ ભંજની ....

એમ કહી નારાયણી રે , સિંહે થયા અસવાર ભીડ ભંજની ....

ત્રિશુલ લીધું હાથમાં રે , તાર્યું વણિક નું વહાણ ભીડ ભંજની ....

ધન્ય જનેતા આપને રે , ધન્ય દયાના નિધાન ભીડ ભંજની ....

પ્રગટ પરચો આપનો રે , દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની ....

ભીડ બધી તેની ભાંગજો રે , સમયે કરજો સહાય ભીડ ભંજની ....

અંબા અભય પદ દાયની રે , શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની .



Amba abhay pad dayani - Gujarati garba lyrics




Amba abhay pad dayani re,

Shyama sambhadjo saad bhid bhanjani, Amba abhay pad ....

Hem hindole hinchake re, Hinchake aarasuri maat bhid bhanjani ....

Sakhiyo sangathe kare gothadi re, Aave aatham ni raat bhid bhanjani ....

Sarve aarasur chokama re, Aavo to ramiye raas bhid bhanjani ....

Eve same aakash thi re, Aavyo karun pokar bhid bhanjani ....

kone bolavi muj ne re, Kone karyo mane saad bhid bhanjani....

Madh dariyo tofana ma re, Madi dube maru vahan bhid bhanjani....

Vayu bhayankar funkato re, Veri thayo varsad bhid bhanjani....

Paani bharana vahan ma re, E kem kadhya jay bhid bhanjani....

Aasha bharyo hu aaviyo re, Vhala jota hashe vaat bhid bhanjani....

Haiyu rahe nahi haath ma re, Dariye vadyo daat bhid bhanjani....

Mare tamaro aasharo re, Dhao dhao mari maat bhid bhanjani....

Amba hindole thi utarya re, Uthya aashapuri maat bhid bhanjani....

Sakhiyo te lagi puchhava re, Kya kidha prayan bhid bhanjani....

Vaat vadhu pachhi puchhajo re, Bal maro gabharay bhid bhanjani....

Bhakt maro bhide padyo re, Hu thi kem sahevay bhid bhanjani....

Em kahi narayani re, Sinhe thaya savar bhid bhanjani....

Trishul lidhu hath ma re, Taryu vanik nu vahan bhid bhanjani....

Dhanya janeta aapane re, Dhanya dayana nidhan bhid bhanjani....

Pragat paracho aapano re, Daya kalyan koi gaay bhid bhanjani....

Bhid badhi teni bhangajo re, Samaye karjo sahay bhid bhanjani....

Amba abhay pad dayani re, Shyama sambhadjo saad bhid bhanjani.





Post a Comment

0 Comments