Dudhe te bhari talavdi - દુધે તે ભરી તલાવડી - Gujarati garba lyrics

Dudhe te nhari talavdi - દુધે તે ભરી તલાવડી - Gujarati garba lyrics

દુધે તે ભરી તલાવડી - Gujarati garba lyrics

દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે ,

       જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા ....

હે વાટકી જેવડી વાવલડી ને મ’ઈ ખોબલો પાણી માઈ રે ,

       જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા ....

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે ,

ગરબો માથે કોરીયો માં એ ઝબક દીવડો થાય મારી માડી ,

ગરબો રૂડો ડોલરિયો એ તો ઘમ્મર ઘમ્મર ઘૂમે મારી માડી ,

હે તાળીયો ની રમઝટ , પગે પડે ને ત્યાં ધરણી ધમધમ થાય રે ,

જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા ....

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે ,

હળવે હાલું તો કેર ચહી જાય , હાલું ઉતવળે તો પગ લચકાય ,

સાળી સંકોરુંતો વારયે ઉડી જાય , ધડ્કંતો છેલડો સરી સરી જાય ,

હે પગને ઠેકે ધૂળની ડમરી ગગન માં છવાઈ રે ...

જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા ....

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે ,

ચ્યમ જાઉં ઘર આંગણીયે , આજ ગરબો રંગે ચગ્યો મારા વ્હાલા ,

થઇ જાવ હું તો ઘેલી ઘેલી હૈયા હિલોળા ખાય મારા વ્હાલા ,

હે સરખે સરખી સાહેલીઓ ટોળે ઝટપટ ઝટપટ જાય રે ....

જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા ....

હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે ,

Dudhe te bhari talavdi - Gujarati garba lyrics

Dudhe te bhari talavdi ne motide bandhi pad re ,

Jilan jilva gyata , Ke garbe ghumva gya ta ...

He vatki jevdi vavaldi ne mai khoblo pani maay re ,

Jilan jilva gyata , Ke garbe ghumva gya ta ...

He dudhe te bhari talavdi ne motide bandhi pad re ,

Garbo mathe koriyo maa e jabak divdo thay mari maadi ,

Garbo rudo dolariyo e to ghammar ghammar ghume mari maadi ,

He taliyo ni ramjat , page pade ne tya dharni dham dham thay re ,

Jilan jilva gyata , Ke garbe ghumva gya ta ...

He dudhe te bhari talavdi ne motide bandhi pad re ,

Hadve halu to ker chahi jaay , Halu utavde to pag lachkay ,

Saadi sankoru to vayre udi jaay , Dhadkto chhedlo sari sari jaay ,

He pagne theke dhud ni damri gagan ma chhavay re ....

Jilan jilva gyata , Ke garbe ghumva gya ta ...

He dudhe te bhari talavdi ne motide bandhi pad re ,

Chyam jau ghar aanganiye , Aaj garbo range chagyo mara vhala ,

Thai jau hu to gheli gheli  haiya hiloda khay mara vhala ,

He sarkhe sarkhi saheliyo tode zatpat zatpat jaay re ....

Jilan jilva gyata , Ke garbe ghumva gya ta ...

He dudhe te bhari talavdi ne motide bandhi pad re ,

Post a Comment

0 Comments