![]() |
Range rame aanande rame - રંગે રમે આનંદે રમે - Gujarati garba lyrics |
રંગે રમે આનંદે રમે - Gujarati garba lyrics
રંગે રમે આનંદે રમે રે , આજ
નવદુર્ગા રંગે રમે ,
આદિત્યે આવિયા અલબેલી ,
મંડપ માં મતવાલા રે ભમે ,
રંગે રમે આનંદે રમે રે , આજ
નવદુર્ગા રંગે રમે ,
સોળ શણગાર માને અંગે સુહાવે
, હીરલા રતન માને અંગે સમે ,
આજ નવદુર્ગા રંગે રમે ,
મંગળવારે માજી છે ઉમંગમાં ,
ચાચર આવીને ગરબે રમે ,
આજ નવદુર્ગા રંગે રમે ,
બુધવારે માજી બેઠા વિરાજે ,
રસ વિલાસ માએ ગાયો છે ,
આજ નવદુર્ગા રંગે રમે ,
ગુરુવારે માં ગરબે રમે છે ,
ચંદન પુષ્પ તે માને ગમે ,
આજ નવદુર્ગા રંગે રમે ,
શુક્રવારે માજી ભાવ ધારી ને
, હેતે રમે તે માને ગમે ,
આજ નવદુર્ગા રંગે રમે ,
શનિવારે મહાકાળી થયા છે,
ભક્ત ભોજન માને ગમતા જમે ,
આજ નવદુર્ગા રંગે રમે ,
વલ્લભ કહે માને ભાવે ભજો ,
ને રાસ વિલાસ ગાયો સૌએ અમે ,
આજ નવદુર્ગા રંગે રમે..
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji