![]() |
Mediye melyo sona no bajothiyo - મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો - Gujarati Garba Lyrics |
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો - Gujarati Garba Lyrics
મેડીએ મેલ્યો સોનાનો
બાજોઠીયો ,
માં તારો સોના રૂપા નો
બાજોઠીયો ,
પહેલી તે પોળમાં પેસતા રે
સમા સોનીડાના હાટ જો ,
સોનીડો લાવે રૂડા ઝૂમણાં રે
મારી અંબામાં ને કાજ જો ,
અંબિકા તારા તે ચોકમાં ઉડે
અબીલ ગુલાલ ...
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો ...,
બીજી તે પોળમાં પેસતા રે
સમા વાણીડાના હાટ જો ,
વાણીડો લાવે રૂડા ચુંદડી રે
મારી ખોડીયાર માં ને કાજ જો ,
ખોડીયાર માં તારા તે ચોકમાં
ઉડે અબીલ ગુલાલ ...
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો ....,
ત્રીજી તે પોળમાં પેસતા રે
સમા મણીયારા ના હાટ જો ,
મણિયારો લાવે રૂડા ચૂડલા રે
મારી કાલીકા માં ને કાજ જો ,
કાલીકા માં તારા રે ચોકમાં
ઉડે અબીલ ગુલાલ ...
મેડીએ મેલ્યો સોનાનો બાજોઠીયો ....,
ચોથી તે પોળમાં પેસતા રે
સમા માળીડા ના હાટ જો ,
માળીડો લાવે રૂડા ફૂલડાં રે
મારી રાંદલ માં ને કાજ જો ,
રાંદલ માં તારા તે ચોકમા.
ઉડે અબીલ ગુલાલ ...
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji