![]() |
Kum kum kera pagle maadi garbe - કુમ કુમ કેરા પગલે માડી ગરબે - Gujarati garba Lyrics |
કુમ કુમ કેરા પગલે માડી ગરબે - Gujarati garba Lyrics
કુમ કુમ કેરા પગલે માડી
ગરબે રમવા આવ ,
કે માડી ઘણી ખમ્મા , ખમ્મા ...
ચાચર કેરા ચોકે માડી ગરબે
રમવા આવ ,
કે માડી ઘણી ખમ્મા , ખમ્મા ...
ચાલો સહિયર જઈયે ચાચર ચોકમા
રે લોલ ,
દિવડો પ્રગટાવી માના ગોખમાં
રે લોલ ,
આરાસુરી માત આવ્યા આંગણે રે
લોલ ,
સામૈયું તે માનું કરીએ
તોરણે રે લોલ ,
જય ભવાની જય ભવાની બોલીએ રે
લોલ ,
વ્હાલ ના વાદળમાંથી તું
પ્રેમ સદા વરસાવ ,
કે માડી ઘણી ખમ્મા , ખમ્મા ...
કુમ કુમ કેરા પગલે માડી
ગરબે રમવા આવ ,
ઢમ ઢમ ઢોલીડા તાલ દેજો રે
લોલ ,
ઘૂમી ઘૂમી ગરબો સૌએ લેજોરે
લોલ ,
સાથીયા પુરાવો ઘરને આંગણે
રે લોલ ,
અસવારી તે માની વધે શોભતી
રે લોલ ,
જય ભવાની જય ભવાની બોલીએ રે
લોલ ,
ઘરના આંગણીયા માં આવી મંદિર
તું સર્જાવ ,
કે માડી ઘણી ખમ્મા , ખમ્મા ...
કુમ કુમ કેરા પગલે માડી
ગરબે રમવા આવ ,
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji