તાળી પાડે છે સવાલાખ ની
રે,
ગરબાના મૂલ નો થાય દેવી અંબિકા,
તાળી
પડે છે સવા લાખની રે....
મંડપ બાંધ્યો છે નર્યા ફૂલનો રે,
મહેક મલક માં નો માય દેવી અંબિકા,
તાળી
પડે છે સવા લાખની રે....
સોપો પડ્યો આકાશમાં રે,
ચાંદો તો બહુ મુંજાય દેવી અંબિકા,
તાળી
પડે છે સવા લાખની રે....
દીવા બળે ભર્યા હેત ના રે,
તેજ એના રેલાય દેવી અંબિકા,
તાળી
પડે છે સવા લાખની રે....
પગલા પડે જ્યાં હેમના રે,
એને શે ધૂળ કહેવાય દેવી અંબિકા,
તાળી
પડે છે સવા લાખની રે....
સો સો કોયલ ટોળે વળી રે,
મીઠી મીઠી ટહુકાય દેવી અંબિકા,
તાળી
પડે છે સવા લાખની રે....
રાધા પૂછે બહેન રુક્ષ્મણી રે,
શાની આ રમઝટ થાય દેવી અંબિકા,
તાળી
પડે છે સવા લાખની રે....
ગબ્બર ગોખેથી માં ઉતર્યા રે,
અંબિકા ગરબા ગાય દેવી અંબિકા,
તાળી
પડે છે સવા લાખની રે....
Tali pade chhe savalakh ni re
Tali pade chhe savalakh ni re,
garbana mul no thay devi ambika,
tali pade chhe...
mandap bandhyo chhe narya ful no re,
mahek malak ma no maay devi ambika,
tali pade chhe...
sopo padyo akash ma re,
chando to bahu munjay devi ambika,
tali pade chhe...
diva bale bharya het na re,
tej ena relay devi ambika,
tali pade chhe...
pagala pade jy hem na re,
ene she dhul kahevay devi ambika,
tali pade chhe...
so so koyal tole vadi re,
mithi mithi tahukay devi ambika,
tali pade chhe...
radha puchhe bahen rukshmani re,
shani aa ramzat thay devi ambika,
tali pade chhe...
gabbar gokhethi ma utarya re,
ambika garba gaay devi ambika,
tali pade chhe...
0 Comments
Please Do not Post any spam link in comments
Emoji